Friday, 15 April 2016

Location of Proposed Cargo Port at Nargol Coast.

 Port Exact Location landward side.

 Port South Side view

Port North Side view

Field visit with Local Villagers 

Evidence of Corals present in sea and shells on shore at Nargol port site.

Proposed port site in sea at Nargol. 

Maps of Nargol Port and Coast

 CRZ map of Nargol Cargo Port 


Reserve Forest area in Nargol Village Protecting the village from coastal hazard, shore erosion, cyclone, monsoon wind, beach protection, preserving unique environment, ecology and enhancing tourism.



Reserve Forest protecting the shoreline and Nargol Village


Silent beach of  Nargol will turn in black coal dump yard if port will come.

Administrative office Planned in Reserve forest in Nargol Village 

Monday, 11 April 2016

Meeting on 11-4-2016 at Radheshyam Mandir Nargol for Port and Fisherman Action

કાર્ગો પોર્ટ બાબતે રાધે શ્યામ મંદિર નારગોલમાં તા 11-4-2016 ના રોજ સરપંચ શ્રી જયેશભાઇ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટિંગ  





નારગોલ બંદરની સ્થળ મુલાકાત અને માછીમાર આગેવાનો સાથે ચર્ચા  

દરિયા કિનારાના ધોવાણની સમસ્યાથી પીડાતું ઉમરગામ.... ગુજરાત  સરકાર દ્વારા બનાવાયેલ પ્રોટેકશન વોલ ...પોર્ટને લીધે આખી દરિયાઈ પટ્ટી પર ધોવાણનો ગંભીર ખતરો......

 સ્થળ મુલાકાત અને ચર્ચા કરતાં સ્થાનિક લોકો અને નિસબતધારકો 
દરિયા કિનારે આરક્ષિત વન પાસે  શ્રી જીતુભાઈ ટંડેલ અને ગામના આગેવાનો

Sunday, 10 January 2016

Letter of 9-1-2016 to Central and Gujarat Govt about Port.

Date: 9-1-2016

To,
1)      Secretary
Ministry of Environment Forest and Climate Change.
Indira Paryavaran Bhavan
JorBagh Lodhi Road
NEW DELHI
2)      District Collector and Chairman Public Hearing Committee
Valsad.
3)      Regional Officer
GPCB Regional Office
Sarigarm Valsad

Sub: About public consultation in Cargo Port project At Nargol Gujarat, incomplete and misleading EIA report  of  the project.

Respected sir

In regard to the File no 11-4/2013 IA –III for the Environmental Clearance for the development of Cargo Port by M/s Cargo Motors Pvt Ltd.  We the under signed local people and stakeholders would like to draw your kind attention towards the missing information in draft EIA report and sketchy impact assessment by the EIA making agency and project proponent. We are raising following concern before the authority in prior to environmental public hearing as per EIA notification 2006.

  1.      The project is coming on the intertidal land at Nargol village, Valsad Dist Gujarat, The project proponent has shown the Port design but has failed to connect the road linkage and rail linkage. There are no clear route of rail and road connectivity shown in draft EIA report so we could not understand the location of the connectivity and its impact on local people and villagers.  The road and railway infrastructure would not come up in absence of port that is envisaged to the scale it is.  Hence EIA have to clarify about the likely effects that would accrue on the surrounding areas with the environmental and social impacts.
  2.  As regard to cost benefit analysis that are pre suppose to accrue because of the proposed port project, the EIA while listing out the benefits that would show up once the project comes up whilst. it is silent about the cost environmental social and economical.
  3. The area under the influence of the proposed project with its surrounding larger area is very industrious and flourishing area with economic activities like agriculture, animal husbandry, fishing and other small scale industries.
  4. The socioeconomic profile of the area is very good as compare to many other backward areas of Gujarat state. while it falls under the 5th schedule as listed in the constitution of India.
  5. Being an area falling under the 5th schedule the role of village panchayat  is important in chalking out the development plan and pattern of the area as provided under the PESA Act.  The project has not even applied for the gram sabha clearance and approval.
  6. The area as of today is a bustling economic hub with a significant contribution to the economic GDP of country.  The report while only talking of the contribution of fishing is silent about the agricultural activities and other allied small scale industries that have very important contribution in this regard.
  7. There is no justification of the port project at Nargol. There are three important port construction is going on in the 200 Kms coast line of South Gujarat and North Maharashtra region. At Hazira there are  existing port facilities like 1- Shell LNG terminal with expansion, 2- Adani Multicargo Port with expansion, 3 – Essar Bulk Terminal 4- L&T jetty, 5- GMB Magdalla port with capacity of 0.5 MMTPA 6- ABG Jetty 7-Kribhco Jetty 8-Reliance liquid terminal  with SPM available. At Mumbai JNPT is expanding and there are also proposed port at Dahanu and Wadhawan.  Thus there is no need to establish a port with having no genuine need and no genuine business volume. The existing  Ports can cater the growing demand for decades with the international recessive trends it is all the more important that investment in port sector has to be given more serious thought rather than  a casual approach.
  8.  Moreover the already existing economic activities can be enhanced and modernized for the development needs of the area with long term mission and focus in mind it is important that national resources should be optimally employed to harvest optimal benefits of the already existing potentials.
  9. The EIA report misleads about the spawning ground of Bombay duck, a main species having economic importance and have export importance. The dried Bombay duck is being exported generating revenue for the nation through foreign exchange. There are more than 5000 people directly involved in fishing and additional 5000 people are involved in the allied fishing activity. 
  10. The EIA report making consultant has failed to produce the valid accreditation certificate from QCIN/NABET hence the report is not as per prescribed guidelines and norms of MOEFCC.  So the process of EIA and its validity is questionable.
  11.  Agriculture and animal husbandry activities also flourished in the area, there by employing 10-15 thousand people.
  12. Nearby small scale industries and industrial areas also employ about 20,000 people.
  13. The EIA report while claiming to generate direct employment to 200-300 people and around 2000-3000 people indirectly is silent about the impacts of proposed port project activities when completed in all its phases would have on the existing economic activities. The fishing community directly employs more than 5000 people much more than the total amount claimed by the proposed port project.
  14. The fishing business is generating approx 400 crore per annum with export of fishery product also. There is much needed foreign exchange is being earned by this fisherman and given to the government without any government investment and miniscule adverse impact on environment and ecology of the coastal region.
  15. There are 4 hector forest clearance asked by the project proponent which is very important for the villagers at Nargol.  For that no village panchayat permission is sought till date and no resolution has been done for such diversion. There are alternate means available for land for administrative building for port but the project has asked the reserve forest having very good thick dense plantation acting as a bio shield for the village against coastal hazard.
  16. The company has not shown the source of water requirement. There is no assurance from any governmental authority to the port on the water supply to port. The project has not shown any secured water sources with permission. The EIA says about availability of the water in to the river but does not say about the permission and how it will get the water.  
  17. The demand for conducting public hearing at project site at NARGOL village is not considered by the GPCB. The location is away from the project site and not as per the provisions of EIA notification 2006.


 In above circumstances it is crystal clear that the project and proponent and consultant have mislead and misinformed the public and authorities and have blatantly violated the set procedures, guidelines, and environmental laws.

Hence the EIA report  and public consultation process prescribed under the EIA notification 2006 stands in violation of the said notification and be cancelled.

Thanking you and hoping for necessary action in consonance with environmental laws and procedures.

Yours Faithfully



Pragnaben R Koli                                Ketan N  Koli                                            Jayeshbhai G Bariya 
Sarpanch (Fansa)                                                     Sarpanch (Koliwad)                                                                  Sarpanch Nargol
                                                                                               
Vinay F Sheth                                  Jitendra N Tandel                            Shaileshbhai  Hodilwala               (Farmer& Trustee Jain Sangh)                        President (Fisherman Co op Society)                                           Dy Sarpanch (Nargol)

  
                VImal J Tandel                                                   Manoj Tandel
                President Machi Samaj Nargol.                                            Social Worker Nargol

For Correspondence: C/o Jayeshbhai G. Bariya, Sarpanch – Nargol Village, Gram Panchayat Office, Tal- Umergam, District Valsad. Ph: 98252 89862

CC: 
1-      Principal Secretary and Chairman GCZMA,
 Environment and Forest Dept 14/8 Sachivalaya Gandhinagar.
2-      Director IA –III  (MS, EAC Committee) MOEFCC New Delhi
3-      Member Secretary
GPGB Gandhinagar


પર્યાવરણીય લોક સુનાવણી માં લોકો દ્વારા ઉપસ્થિત મુદ્દાઓ

નાગરોલ ખાતે કાર્ગો પોર્ટની તા 13-1-16 ના રોજ  પર્યાવરણીય લોકસુનાવણીમાં રજૂઆત  (માછીમારો દ્વારા બંદરનો વિરોધ)
મે કલેક્ટર સાહેબ,
વલસાડ

વિષય : કાર્ગો મોટર્સ પ્રા લી ના પોર્ટ પ્રોજેકટની પર્યાવરણીય લોકસુનાવણીમાં  વિરોધ રજૂ કરવા બાબત

માનનીય સાહેબ,
નીચેના મુદ્દાઓને લઈ અમો નારગોલ ખાતે આવનાર પોર્ટનો વિરોધ કરીએ છીએ જે ધ્યાને લઈ પોર્ટ પ્રોજેકટ રદ કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી છે.
1.            કાર્ગો પોર્ટના ડ્રાફ્ટ ઇઆઇએ રિપોર્ટમાં આ પોર્ટ કઈ જગ્યા એ આવે છે તે સ્થળના નકશા અને પોર્ટના ચોક્કસ લોકેશન બાબત સંપૂર્ણ પણે ગૂંચવણ ભરી અને અસ્પષ્ટ રીતે રજૂ કરેલ છે. તમામ નકશા એક બીજા થી વિરુધ્ધ અને સાચી પોર્ટ ડિઝાઇન કઈ છે તે બાબતે ગુચવાડા છે. તેથી આ પોર્ટના ચોક્કસ ભાગો અને તે જમીન પર અને દરિયામાં ક્યાં બનાવવામાં આવશે તે વિષે આખા રિપોર્ટમાં અસમંજસતા છે. તેથી સંપૂર્ણ વિગતો દર્શાવતો ફાઇનલ નક્શો પર્યાવરણીય લોકસુનાવણી પહેલા લોકો સમક્ષ રજૂ કરવામાં આવે. પછીજ લોક સુનાવણી રાખવામા આવે.  
2.            આ પ્રોજેકટ સાથે સંકળાયેલ રેલ્વે લાઇન વિષે કોઈજ માહિતી કે વિગતો કે નકશા મૂકવામાં આવેલ નથી. શું રેલ્વે લાઇન નાખવાનું મોકૂફ રાખવામા આવેલ છે ? જો નાખવાની હોય તો તે ક્યાંથી પસાર થશે અને તેમાં જમીનો કઈ રીતે લેવાશે તે ખુલાસો કરવામાં આવે. વળી આ પોર્ટ દરિયામાં કેવી ડિઝાઇનથી બનશે એ પણ ચોક્કસ બતાવેલ નથી જુદીજુદી જાતની ૬ ડિઝાઇન બતાવી સરકાર અને લોકોને કંપની ગેરમાર્ગે દોરી રહેલ છે. તેથી આ પ્રોજેકટ રદ કરવામાં આવે.
3.            આ પ્રોજેકટ સાથે જોડાયેલ અન્ય વિગતો જેમ કે કન્ટેનર ટર્મિનલ, કોલ સ્ટોરેજ યાર્ડ, રેલ્વે યાર્ડ અને અન્ય સુવિધાઓ વિષે ચોક્કસ યોજના કે નક્શો ડ્રાફ્ટ ઇઆઇએ રિપોર્ટમાં દર્શાવેલ નથી. તેથી આ મુદ્દા લોકો પ્રતિક્રિયા આપી શકે એમ નથી. અધૂરી માહિતી સાથેનો આ ઇઆઇએ રિપોર્ટ રદ કરી નવો સાચી માહિતી ધરાવતો ઇઆઇએ રિપોર્ટ જાહેર કરવામાં આવે.
4.            પોર્ટ દરિયા કિનારાથી 4 કિલોમીટર દૂર દરિયા વચ્ચે 28 હેક્ટર વિસ્તાર નવો બનાવી તેમાં આવે છે.  તો ત્યાં સુધી પહોંચવા માટે જે રસ્તો બનાવવામાં આવશે તેની વિગતો બતાવેલ નથી. આ રસ્તા વચ્ચેથી માછીમારી કરતી બોટો કઈ રીતે પસાર થશે એ બાબત બતાવેલ નથી. વળી પોર્ટ લિમિટમાં દર્શાવેલ વિસ્તારમાં માછીમારી કરતી બોટોને પ્રવેશ કરવા દેવાશે નહીં. તો આ વિસ્તારના માછીમારોને કિનારા વિસ્તારમાં માછીમારી કરવાની કે આવવા જવાની છૂટ અપાશે કે નહીં તે બાબતે સવિસ્તર માહિતી આપશો.
5.            રિક્લેમેશન દરમિયાન 165.4 લાખ ટન દરિયાની માટીનું ડ્રેજિંગ (બીજા તબક્કા માં 135 લાખ ટન) કરવાથી માછલીઓ અને અન્ય જલીય જીવ સૃષ્ટિ પર કેવી અસરો થશે તે બાબતે રિપોર્ટમાં કોઈ અભ્યાસ કરવામાં આવેલ નથી.  દરિયામાં માટી નાખવાથી ડહોળાશ વધશે અને તેનાથી માછીમારીને નુકશાન થશે એ બાબત યોગ્ય માહિતી અપાયેલ નથી. તેથી ડ્રેજિંગથી સમુદ્રના પર્યાવરણ અને માછીમારીને નુકસાન બાબતે ચોક્કસ માહિતી આપશો.
6.            પોર્ટ આવવાથી માછીમારી કરતાં લોકો અને માછીમારીની દરિયામાં રહેલી ફિક્ષ જાળોને હટાવી દેવાશે કે નુકશાન થશે તો તે બાબતે પોર્ટ શું વ્યવસ્થા કરશે તે જણાવશો. સરકાર માછીમારોને આ દરિયા વિસ્તારમાંથી હટાવશે તો મોટા પ્રશ્નો ઊભા થશે. 
7.            શું માછીમારોની ફિક્ષ જાળોને દૂર કરવામાં આવશે? શું આ માટે માછીમારોને કોઈ વળતર આપવામાં આવશે? કેટલા વિસ્તારમાં માછીમારી કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાશે? જહાજો આવા જવાના રસ્તામાં તરતી જાળોને નુકશાન થશે તેવા સંજોગોમાં શું વ્યવસ્થા પોર્ટ કે સરકારે કરેલ છે તે બાબતે ખુલાસો કરવા વિનંતી.
8.            પોર્ટ પરથી કોલસો સિમેન્ટ અને અન્ય વસ્તુઓના લોડીંગ અને અનલોડીંગ દરમિયાન દરિયામાં વેરાશે અને દરિયામાં પ્રદૂષણ થશે. વળી પોર્ટ પરથી જમીન પર કન્વેયર બેલ્ટમાંથી પણ કોલસો ઉડશે અને દરિયામાં પડશે. આ પોર્ટના કારણે દરિયામાં ફેલાતા પ્રદૂષણ બાબતે કોઈજ માહિતી રિપોર્ટમાં બતાવેલ નથી તેથી આ માહિતી જાહેર કરવામાં આવે અને માછીમારીને તથા નુકશાન બાબતે અભ્યાસ હાથ ધરવામાં આવે અને પોર્ટને મંજૂરી આપવામાં ન આવે એવી અમારી માછીમારીઓની માંગ છે.
9.            કોલસાના ડુંગરો જમીન વિસ્તારમાં ઊભા કરવામાં આવશે તો આ વિસ્તારમાં કોલસાની રજકણો ઉડશે અને આખો વિસ્તાર પ્રદુષિત થશે. વળી કોલસાના સંગ્રહને લીધે કોલસામાંથી નીકળતા ઝેરી ધુમાડા ચોવીસો કલાક ગામ પર અને આજુબાજુના વિસ્તારમાં ફેલાયા કરી લોકોના સ્વાસ્થયને નુકશાન પહોચાડશે એ નક્કી છે. ગુજરાતમાં આવેલ અન્ય પોર્ટ પર કોલસાના કારણે ત્યાના સ્થાનિક લોકો હેરાન છે એ બાબતને ધ્યાને લેતા અહી કોલસાનું પોર્ટ નાખવા સામે અમારો વાંધો છે અને અમે આ બંદરનો વિરોધ કરીએ છે.
10.          આ પોર્ટ પર ઍસિડ, કેરોસીન, ડીઝલ, ઓઇલ અને અન્ય ઝેરી કેમિકલ્સ પણ આવશે. આ ઝેરી કેમિકલ્સ અને પેટ્રોલિયમ પદાર્થો દરિયામાં ઢોળવાને લીધે માછલીઓ પર ખુબજ ખરાબ અસર પડશે અને માછલીઓ પ્રદૂષણ વધતાં આ વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં જતી રહેશે. અને માછીમારોની રોજગારી ખતમ થઈ જશે. માછીમારોને બેકાર બનતા અટકાવવા માટે આ પોર્ટ પ્રોજેકટ ને અટકાવવો ખુબજ જરૂરી છે. આ વિસ્તારમાં હજારો લોકો કોઈપણ જાતની સરકારી સહાય વગર પોતાનું જીવન અને ભરણપોષણ માછીમારી વ્યવસાય પર કરે છે. તેથી તેમની કુદરતી આજીવિકા છીનવી લઈ પોર્ટને મંજૂરી મળવી જોઇયે નહીં. તેથી પોર્ટ પ્રોજેકટને રદ કરવામાં આવે.  
11.          નારગોલનો દરિયા કિનારો ફિશિંગ ગ્રાઉંડ છે. નારગોલની સામે આવેલ દરિયામાં ઘણા દૂરથી માછીમારો ફિશિંગ કરવા આવે છે અને આ દરિયો માછલીઓ માટે ખુબજ મહત્વનો છે. આ વિસ્તારના ચાર ગામો થઈને આશરે ૪૦૦ કરોડ રૂપિયાની કિમતની માછલીઓ પકડે છે. જેમાંથી ઘણી માછલીઓ વિદેશમાં export માં જાય છે. માછીમારી વ્યવસાય સાથે આ વિસ્તારની ઘણી બહેનો અને લોકો બીજા સંલગ્ન વ્યવસાય પર નભે છે. તેથી આ વિસ્તાર પ્રદુષિત કરવાથી ખૂબ મોટા માછીમાર સમુદાયને નુકશાન પહોંચી શકે એમ છે. તેથી લાખો લોકોની રોજગારી છીનવી લેતા આ પ્રોજેકટને મંજૂરી આપવામાં ન આવે એવી અમારી સરકારને રજૂઆત અને માંગ છે.   
12.          દરિયાની વચ્ચે પોર્ટ બનાવવાથી નવી ઊભી થતી દરિયાની લહેરો ઉમરગામ, નારગોલ, તડગામ, સરોન્ડા વિસ્તારની દરિયાઈ પટ્ટી પર ખુબજ ઘાતક અસરો ઉપજાવશે. અને દરિયા કાંઠે ભયાનક લહેરો અથડાશે જેને લીધે દરિયાકાંઠો ધોવાઇ જશે અને ભરતીના પાણી ગામોમાં દાખલ થઈ નુકસાન પહોંચાડશે. દરિયાકાંઠાનું ધોવાણ અટકાવવા માટે કોઈ પ્રયત્નો આ રિપોર્ટમાં બતાવેલ નથી. વળી ઉમરગામ અને નારગોલ વિસ્તારનો દરિયાકાંઠો ધોવાઇ રહેલ છે અને રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચી પ્રોટેક્ષન વોલ બનાવી રહેલ છે. આ પ્રોજેકટ થી આ પ્રોટેક્ષન વોલ પણ ધોવાઇ જાય એવી સંભાવના છે. તેથી લોકોના ઘરો અને ગામો ધોવાઇ જાય એવા બંદર પ્રોજ્ક્ટનો અમો વિરોધ કરીએ છીએ.
13.          સુરત ખાતે અદાણિ, એસ્સાર અને અન્ય ઘણા પોર્ટ આવેલ છે તથા ઘણા પોર્ટનું બાંધકામ ચાલુ છે. મુંબઈ ખાતે પૂર્ણ કક્ષાનું પોર્ટ આવેલ છે જેનું વિસ્તૃતિકરણ થઈ રહેલ છે. ત્યારે નારગોલ ખાતે એક નવું પોર્ટ બનાવી માછીમારી તથા પર્યાવરણને નુકશાન પહોંચાડવું યોગ્ય નથી. આમ ભારત સરકાર દ્વારા આ વિગતોને ધ્યાને લઈ આ પોર્ટની દરખાસ્તને લોકોને થતા નુકશાનને ધ્યાને લઈ રદ કરવી જોઇયે. 200 કિલોમીટર દરિયાઈ પટ્ટીમાં એકજ મોટું પોર્ટ આવે એવી સરકારની નીતિથી વિરુધ્ધ આ પોર્ટને મંજૂરી મળવી જોઈયે નહીં.
14.          4 હેક્ટર જંગલની જમીનને કંપનીએ પોતાના પોર્ટ હેતુ નીંમ કરવા માટે ફોરેસ્ટ ક્લીયરન્સની વિધિ ચાલી રહેલ છે. જેમાં ગામસભા એ ઠરાવ કરેલ નથી છતાં ખોટી રીતે કંપનીએ આ જંગલની જમીન મેળવવાની પ્રક્રિયા શરૂ કરેલ છે તે બાબતે આ જંગલની જમીન કંપનીને આપવામાં ન આવે એવી અમારી માંગ છે.
15.          આ પોર્ટ પ્રોજેકટની આજુબાજુ આવેલ ખેતરોમાં કોલસો અને તેની રજકણો ભયંકર પ્રદૂષણ ફેલાવી ખેતીનો નાશ કરશે એ ચોક્કસ છે. એવા સંજોગોમાં ગામના લોકોની આવી જમીન ખરાબ થતી અટકાવવા અમો આ પ્રોજેકટનો વિરોધ કરીએ છે.
16.          આ પ્રોજેકટમાં કેટલા લોકોને નોકરી મળશે એ બતાવેલ નથી. લગભગ ૧૦૦ થી વધુ લોકોને કાયમી નોકરી મળે એમ નથી. ગુજરાત રાજ્યમાં આવેલ બીજા પોર્ટ પ્રોજેકટમાં વર્ષો પછી પણ  લોકોને કોઈજ ફાયદો થયેલ નથી ફક્ત મોટા લોકો અને પૈસાદાર લોકોને ફાયદો દેખાય છે જ્યારે સામાન્ય પ્રજાને આ પોર્ટથી કોઈજ લાભ મળવાનો નથી. વળી માછીમારી કરતાં હજારો લોકોને બેકાર કરી આ પ્રોજેકટ નારગોલ વિસ્તારનો નાશ કરશે. તેથી આ પ્રોજેકટને અહી મંજૂરી આપવામાં ન આવે એવી અમારી માંગ છે.
17.      માછીમારો દ્વારા વર્ષોથી માછીમારી માટે જેટ્ટી કે બીજી સુવિધાઓ માટે માંગ કરવા છતાં સરકાર દ્વારા કોઈજ વિકાસ ના કામો તેમજ માછીમારોના કલ્યાણની યોજનાઓ કરેલ નથી જે ખુબજ દુખદ બાબત છે. તેથી હજારો લોકોને તેમની રીતે પોતાની રોજીરોટી કમાવી-જીવવા દેવા નમ્ર અરજ છે. પોર્ટ લાવી હજારો લોકોને દુ:ખી કરી બેરોજગાર આ યોજના રદ કરવા નમ્ર અરજ છે.

ઉપરોક્ત બાબતે યોગ્ય કાર્યવાહી કરી આ પ્રોજેકટ ને નામંજૂર કરવામાં આવે  એવી મારી માંગ છે.
આભાર સહ

આપનો વિશ્વાસુ    
.
સહી.......................................................... નામ ,....................................................ગામ....................

Protest of Cargo Port. ઉમરગામ તાલુકાનાં સ્થાનિક ગ્રામ લોકો અને માછીમારો દ્વ્રારા કાર્ગો પોર્ટનો વિરોધ








4 હેક્ટર જંગલની જમીનની કાર્ગો કંપની દ્વારા ઓફિસ બનાવવાના હેતુથી માંગણી નારગોલ ગામ ખાતે 

Friday, 1 January 2016

EIA reports of the project


કાર્ગો પોર્ટ ને કારણે સ્થાનિક પર્યાવરણ પર પડનારી અસરોના અભ્યાસનો રીપોર્ટ

વન અને પર્યાવરણ મંત્રાલય  નવી દેલ્હી પાસે થી પર્યાવરણ ની મંજુરી લેવા માટે જરૂરી  રીપોર્ટ માહિતી

EIA report part I

http://www.gpcb.gov.in/pdf/CARGO_MOTORS_PVT_LTD_SRG2_EIA1.PDF

EIA report part II

http://www.gpcb.gov.in/pdf/CARGO_MOTORS_PVT_LTD_SRG2_EIA2.PDF

Executive summary of project in English.

http://www.gpcb.gov.in/pdf/CARGO_MOTORS_PVT_LTD_SRG2_EIA_EXE_SUMM_ENG.PDF


Nargol Port Pre feasibility report